Shikshak sajjata survey 2021 all details,USEFULLY STURDY MATERIALS 2021,શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021
આ સર્વેક્ષણ અંગે નીચેની બાબતો ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.
1. આ સર્વેક્ષણ અંતર્ગત સર્વેક્ષણ ઉપકરણ તરીકે પ્રશ્નાવલિ (કુલ 80 કલમો સમાવતી એક પ્રશ્નાવલિ) હશે. પ્રત્યેક કલમે માટે પ્રતિચારના ચાર વિકલ્પો હશે જેમાંથી યોગ્ય પ્રતિચાર પસંદ કરવાનો છે. (વિગતો આ સાથેના પરિશિષ્ટ 1 માં સામેલ છે.)
2. આ સર્વેક્ષણમાં નીચેના પાંચ ગ્રુપનાં ઉપકરણ હશે.
A. ધોરણ 1 થી 5
B. ધોરણ 6 થી 8 ભાષા-સામાજિક વિજ્ઞાન
C. ધોરણ 6 થી 8 ગણિત- વિજ્ઞાન
D. HTAT મુખ્ય શિક્ષક
E. CRC-BRC કો ઓર્ડીનેટર
● શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે ઉપયોગી મટેરિયલ 👇
નવી શિક્ષણ નિતી 2021ની બુક ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
ગુણોત્સવ 2.o માહિતી બુકલેટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ગણિત ધોરણ 3 થી 5 ના પ્રશ્નોની pdf અહીંથી ડાઉનલોડ કરો.
પર્યાવરણ ધોરણ 3 થી 5 ના પ્રશ્નોની pdf અહીંથી ડાઉનલોડ કરો.
RTE ACT 2009 pdf ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
RTE રૂલ્સ 2012 pdf ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બુક pdf ડાઉનલોડ કરવા અહિ ક્લિક
૩. જે તે શિક્ષક, HTAT આચાર્ય અને CRC-BRC કો-ઓર્ડીનેટરે ઉપરોક્ત પાંચ પૈકી પોતાને લાગુ પડતા વિભાગના સર્વેક્ષણમાં જોડાવાનું છે.
5. જે તે વિષય ઉપરાંત વર્તમાન પ્રવાહો, મૂલ્યાંકન અને સર્વાંગી શિક્ષણ અંગેની કલમોના પ્રતિચાર દરેક શિક્ષકે આપવાના રહેશે.
6. ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષક અને CRC-BRC કો-ઓર્ડીનેટરે તમામ 80 કલમોના પ્રતિચાર આપવાના છે.
7. ન હોય તેવા મુખ્ય શિક્ષકે SAS ડેટા મુજબ પોતાના શિક્ષણકાર્યના વિષયો મુજબ કોઈ એક વિભાગમાં જોડાવાનું રહેશે.
8. સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં 80 કલમો ઉપરાંત વર્ણનાત્મક કલમો આપેલી છે. દરેક શિક્ષક, HTAT આચાર્ય અને CRC BRC કો-ઓર્ડીનેટરે આ વર્ણનાત્મક કલમ પૈકી કોઈ પણ બે કલમોના જ માગ્યા મુજબ અંદાજે 200 શબ્દોમાં વર્ણનાત્મક પ્રતિચાર આપવાના છે.
9. સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં અભ્યાસક્રમ, પાઠ્યસામગ્રી, વિષયવસ્તુ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, નૂતન પ્રવાહો વગેરે બાબતોનો સમાવેશ કરેલ છે.
10. સદર સર્વેક્ષણ સેન્સસ સર્વેક્ષણ હોવાથી તમામ શિક્ષકોએ આ સર્વેક્ષણમાં ફરજીયાત રીતે જોડાવાનું છે. ગંભીર બીમારી કે મેટરનિટી જેવાં તબીબી કારણોસર નિયત સમયે સર્વેક્ષણમાં ઉપસ્થિત ન રહી શકનાર શિક્ષકો માટે અન્ય સમયે અને સ્થળે વૈકલ્પિક ઉપકરણ (પ્રશ્નાવલિ) દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે.
.ઉપરોક્ત પાંચેય ગ્રુપનું સર્વેક્ષણ તા. 11-8-2021 ના રોજ બપોરના ૦૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે. સર્વેક્ષણનો સમય બે કલાકનો રહેશે.
12. શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન સમગ્ર રાજ્યના તાલુકા કક્ષાએ કરવામાં આવશે.
13. આ સર્વેક્ષણ માટે ડી.ઈ.ઓ.શ્રી,ડાયટ પ્રાચાર્યશ્રીનો સહયોગ પણ મેળવાશે.
14. સર્વેક્ષણનું સ્થળ દર્શાવતી સ્લીપ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી મળી શકશે જે હવે પછી જણાવવામાં આવશે.
15. આ પરિપત્રની જાણ સર્વેક્ષણમાં ભાગ લેનારને કરાવી.
સર્વેક્ષણ તારીખ : ૨૪-૦૮-૨૦૨૧
સ્થળ | તાલુકા કક્ષાએ
સમય : ૦૨:૦૦ થી ૦૪:૦૦
Important Link :-
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત પરિપત્ર 29-07- 2021 ડાઉનલોડ કરો અહીં
No comments:
Post a Comment